રસોડાની આ વસ્તુના મિશ્રણથી પાચનશક્તિ અને સાંધાના દુખાવામાં થઈ જશે ફાયદો

મિત્રો આજે દરેક વ્યક્તિના ઘરમાં હોય તેવી 3 વસ્તુઓના મિશ્રણ વિશે તમને જાણકારી આપીએ. આ ત્રણ વસ્તુઓનું મિશ્રણ શરીરના વિવિધ રોગ માટે અત્યંત લાભકારી છે. તેનું સેવન કરવાથી શરીરના રોગ જડમૂળથી દુર થાય છે. તો ચાલો જાણીએ આ મિશ્રણ કઈ કઈ વસ્તુઓનું છે અને તેનાથી કેવા લાભ થાય છે.

આ મિશ્રણમાં અળસી, દહીં અને મધનો ઉપયોગ કરવાનો છે. તમને જણાવી દઈએ કે અળસી પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ, ફાયબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ફોલેટ, ઝીંક જેવા તત્વોથી ભરપુર હોય છે.

આ સાથે જ દહીં પણ પ્રોટીન, વિટામીન અને ફાઈબરનો સ્ત્રોત છે. જ્યારે મધ એન્ટી ઓક્સીડન્ટ, એન્ટી બાયોટીક અને એન્ટી સેપ્ટિક ગુણ ધરાવે છે. તેનું સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને સાથે અન્ય પણ લાભ થાય છે.

આ મિશ્રણ બનાવવા માટે અળસીને તડકામાં સુકવી અને પાવડર બનાવો. હવે અડધી વાટકી દહીંમાં અડધી ચમચી અળસીનો પાવડર મિક્સ કરો અને એક ચમચી મધ ઉમેરો.

આ મિશ્રણનું સેવન રોજ સવારે ખાલી પેટ કરવાનું છે. આ મિશ્રણ રોજ તાજું બનાવીને લેવાનું છે. તેનું સેવન કરવાથી શરીરના બધા જ રોગ મટે છે. સાથે જ નીચે દર્શાવ્યાનુસારના લાભ થાય છે.

કબજિયાત, એસીડીટી, ગેસ જેવી સમસ્યામાંથી આ મિશ્રણ ઝડપથી મુક્તિ અપાવે છે. તેનાથી પેટનો દુખાવો દુર થાય છે. સાથે જ પેટ અને પાચન સંબંધિત સમસ્યાઓ દુર થાય છે.

આ મિશ્રણ કેલ્શિયમનો ભંડાર છે. તેનાથી શરીરની કેલ્શિયમની ઊણપ દુર થાય છે. તેનાથી સાંધાના, ઘુંટણના, ખભાના કાંડાના, કમરના દુખાવા મટે છે.

અળસી, દહીં, મધનુ મિશ્રણ લેવાથી ડાયાબીટીસથી પણ બચી શકાય છે. તમે ડાયાબીટીસની દવાઓ લઈને કંટાળી ગયા હોય તો આ મિશ્રણનો ઉપયોગ શરુ કરો. તેનાથી ડાયાબીટીસ કંટ્રોલમાં આવે છે. ડાયાબીટીસના દર્દીએ આ મિશ્રણ મધ વિના લેવું જોઈએ.

અળસી, દહીં અને મધનું મિશ્રણ શરીરમાં કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં કરે છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધે છે. તેનાથી હાર્ટ પ્રોબ્લેમ દુર થાય છે.

આ ત્રણ વસ્તુઓનું મિશ્રણ ત્વચા માટે લાભકારી છે. તેના માટે વૃદ્ધત્વની પ્રક્રિયા ધીમી પડે છે. તેના કારણે ત્વચા પર કરચલીઓ દેખાતી નથી અને ત્વચા તેજસ્વી બને છે. સાથે જ ખીલ પણ થતા નથી.

આ મિશ્રણનું સેવન કરવાથી શરીરની વધારાની ચરબી ઓછી થાય છે. તેનાથી ભુખ કંટ્રોલમાં રહે છે અને શરીરની સ્થૂળતા દુર થાય છે.

Leave a Comment