મિત્રો તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર હોય છે. તુલસી નો છોડ લગભગ દરેક વ્યક્તિ ના ઘરે હોય જ છે. ધાર્મિક દ્રષ્ટિએ તેનું મહત્વ હોવાના કારણે દરેક ઘરમાં તુલસીની પૂજા પણ થાય છે.
તુલસી એક એવો છોડ છે જેનું આયુર્વેદિક દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ છે. તુલસીના છોડમાં જે આયુર્વેદિક ગુણ હોય છે તેનાથી શરીરને ઘણા લાભ મળે છે. આજે તમને તુલસીના અર્કના ફાયદા વિશે જણાવીએ.
તુલસીના અર્કમાં પણ જરૂરી મિનરલ્સ અને વિટામિન્સ, સાઈટ્રિક એસિડ, ઝીંક, કેલ્શિયમ, આયરન જેવા તત્વો હોય છે. તેનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.
તુલસીના અર્કના બે ટીપાં લેવાથી પણ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઝડપથી વધે છે. જેથી શરીર અનેક બીમારીઓથી બચી જાય છે. તુલસીના અર્કમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટિસેપ્ટિક, એન્ટીબાયોટિક અને ફૂગનાશક ગુણધર્મો હોય છે.
તુલસીના અર્કના બે ટીપાં લેવાથી શરદી, ઉધરસની સમસ્યા, કફ વગેરેમાં રાહત મળે છે. તેનાથી શરીરમાં જામેલો કફ પાતળો થાય છે અને શરીરમાંથી નીકળી જાય છે. સાથે જ તે શરદીથી પણ તુરંત રાહત આપે છે.
તુલસી નો અર્ક નિયમિત રીતે લેવાથી તણાવ, ડિપ્રેશનની સમસ્યાથી મુક્તિ મેળવી શકાય છે. તેના પર થયેલા એક સંશોધન અનુસાર તુલસીના અર્કમાં એન્ટીડિપ્રેસન્ટ અને એન્ટી અંઝાઇટી તત્વ હોય છે જે તણાવ અને ડિપ્રેશનથી લડવામાં મદદ કરે છે.
આ અર્ક આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તુલસીના ટીપા નો ઉપયોગ કરવાથી આંખના ચેપથી બચી શકાય છે.
ડાયાબીટીસ જેવા રોગ ના લક્ષણો અને ઘટાડવામાં પણ તુલસીના ટીપા મદદ કરે છે. તેમાં એન્ટી ડાયાબીટીક ગુણ હોય છે જે લોહીમાં ઈન્સ્યુલીન વધારે છે અને બ્લડ શુગર ઘટાડે છે.
તુલસીના અર્કનું સેવન કરવાથી મગજ પણ સારી રીતે ચાલે છે. તેનાથી મનને શાંતિ મળે છે અને કાર્યક્ષમતા વધે છે..
તેનું સેવન કરવાથી હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી પણ મુક્તિ મળે છે. તેમાં રહેલું એન્ડોથેલીન બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરે છે.
તેનો ઉપયોગ કરવાથી ત્વચાનો ચેપ પણ મટે છે. તેની મદદથી ખંજવાળ, ખીલ, ડાર્ક સર્કલ વગેરેથી મુક્તિ મળે છે.