મિત્રો ડાયાબીટીસ ખૂબ જ ખતરનાક રોગ છે. તેને કંટ્રોલમાં કરવું જરૂરી છે. કારણ કે તેના કારણે શરીરને ગંભીર સમસ્યાઓ થઈ શકે છે અને સાથે જ શરીરના અન્ય અંગ પર પણ તેની અસર થઈ શકે છે. ડાયાબીટીસને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે. તેના કારણે શરીરનો નાશ થઈ જાય છે.
ડાયાબીટીસના દર્દીએ ખોરાક, જીવનશૈલી અને ઊંઘ સહિતની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ડાયાબીટીસના દર્દી માટે આહાર પોષકતત્વોથી ભરપુર હોય તે જરૂરી છે.
આ સાથે જ શુગર કંટ્રોલમાં રહે તે પણ જરૂરી છે. તો ચાલો આજે તમને જણાવીએ એક અસરકારક ઔષધિ વિશે જે ડાયાબીટીસના દર્દી માટે વરદાન છે.
તેના માટે 70 ગ્રામ પાકા જાંબુને ઉકળતા પાણીમાં ઉમેરી 15 મિનિટ સુધી ઢાંકીને રાખો. પછી તેને બરાબર મસળી અને કપડા વડે ગાળી તેનું સેવન કરો. આ પાણીનું સેવન દિવસમાં 3 વખત કરવું. તેનાથી પેશાબમાં જતી સાકર બંધ થાય છે. સાથે જ લીવરની કાર્યક્ષમતા પણ વધે છે.
કારેલામાં ચરાન્ટીન નામનું તત્વ હોય છે જે બ્લડ શુગરને ઘટાડવામાં મદદ કરે છે. તેના માટે જાંબુના ઠળિયાના એક ચમચી ગર્ભમાં મધ અથવા પાણી ઉમેરી દિવસમાં બે વાર લેવું. આ ઉપાય 10થી 15 દિવસ સુધી કરવાથી ડાયાબીટીસ મટે છે.
200 ગ્રામ જાંબુના ઠળિયા, 50 ગ્રામ લીમડાનો ગળો, 50 ગ્રામ હળદર, 50 ગ્રામ મરીને વાટીને ચૂર્ણ તૈયાર કરવું. તેમાં જાંબુનો રસ ઉમેરી તડકામાં સુકવી દેવું. આ ચૂર્ણને બોટલમાં ભરી લેવું. આ ચૂર્ણ સવારે અને સાંજે લેવાથી ડાયાબીટીસમાં લાભ થાય છે.
લીમડાના પાનને રોજ ચાવીને ખાવાથી પણ લાભ થાય છે. તેના માટે લીમડાના જ્યૂસનું પણ સેવન કરી શકાય છે. તેનાથી રક્ત વાહિનીઓમાં આવતો અવરોધ દુર થાય છે.
હરડે, બહેડા, આમળા, લીમડાની અંતરછાલ, મામેજવો, જાંબુના ઠળિયા સરખા ભાગે લઈ તેનું ચૂર્ણ સવારે અને સાંજે લેવાથી ડાયાબીટીસ મટે છે.
ડાયાબીટીસના દર્દી માટે જવની રોટલી સારી ગણવામાં આવે છે. તેનું સેવન કરવાથી રક્તમાં સાકરનું પ્રમાણ વધતું નથી. મીઠા લીમડાના સેવનથી પણ ડાયાબીટીસ કંટ્રોલમાં રહે છે.
હળદરના ગાઠિયાને પીસી તેને ઘીમાં શેકી અને તેમાં સાકર ઉમેરી રોજ લેવાથી ડાયાબીટીસ અને અન્ય પ્રમેહમાં રાહત થાય છે. વડની છાલનું ચૂર્ણ રાત્રે પાણીમાં પલાળી દેવું.
સવારે તેને ગાળીને પી જવાથી પેશાબ અને રક્તમાં ભળેલી ખાંડ ઓછી થાય છે. આમળા અને વળિયાળીને સરખા ભાગે લઈ રોજ સવારે અને સાંજે 1-1 મોટો ચમચો પાણી સાથે લેવાથી ડાયાબીટીસ મટે છે.