વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી અનિયમિત થઈ છે પરિણામે તેમની આહારશૈલી પણ ખરાબ રહે છે. પોષણયુક્ત આહારના અભાવના કારણે લોકોને શરીરમાં ઘણી સમસ્યા રહે છે.
પરંતુ સૌથી વધુ સતાવતી સમસ્યા છે સ્થૂળતા. સ્થૂળતાના કારણે લોકોને ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે.જ્યારે સ્થૂળતાની શરુઆત થાય છે ત્યારે સૌથી પહેલા પેટ પર ચરબી દેખાવા લાગે છે.
પેટ પર જામેલી ચરબી દેખાવને તો ખરાબ કરે જ છે પરંતુ સાથે જ સ્વાસ્થ્ય પણ ખરાબ કરે છે. તેથી આજે તમને પેટની ચરબીને ગણતરીના દિવસોમાં ઉતારી દે તેવો અકસીર ઈલાજ જણાવીએ.
આ આયુર્વેદિક ઉપાય વજન ઘટાડવા માટે અકસીર છે અને તેનાથી પેટની ચરબી ઝડપથી ઓગળે છે. આ ઔષધિને તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો. આ ઉપાય એકદમ સરળ છે અને અસર પણ ઝડપથી દેખાડે છે. તો ચાલો જાણીએ કયો છે આ ઉપાય.
સૌથી પહેલા એક તપેલીમાં પાણી ગરમ મુકો. તેમાં એક લીંબુના 4 ચીરીયા કરીને ઉમેરો. ત્યારબાદ આ પાણીને ઉકાળો. પાણી 3 મિનિટ ઉકળે એટલે લીંબુનો પોષકતત્વો પાણીમાં ભળી જાય. ત્યારબાદ તેમાં જીરું ઉમેરી 2 મિનિટ ઉકાળો અને પછી ગેસ બંધ કરી દો.
જીરું શરીરનું મેટાબોલીઝમ વધારે છે. તેનાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે. આ સિવાય જીરું પણ શરીરને મજબૂત બનાવે છે. આ પાણીનું સેવન ગાળીને હુંફાળુ હોય ત્યારે કરી જેવાનું છે. તેનાથી ચરબી ઝડપથી ઉતરે છે.
આ સિવાય શરીર ઝડપથી ઉતારવું હોય તો 1 કપ ગૌ મૂત્રને કપડાથી ગાળી તેમાં અડધી ચમચી હરડેનું ચૂર્ણ ઉમેરી સવારે અને સાંજે લેવાથી વજન ઝડપથી ઉતરે છે. પીવા માટે તાજું ગૌમૂત્ર જ ઉપયોગમાં લેવું.
ગૌમૂત્ર ન પી શકાય તો ગૌ ઝરણ અર્ક પણ 2 ચમચી 1 કપ પાણીમાં ઉમેરીની પી શકાય છે. તેનાથી 3 મહિનામાં વજન ઉતરી જાય છે.
એક ગ્લાસ હુંફાળા ગરમ પાણીમાં 1 લીંબુનો રસ અને 3 ચમચી મધ ઉમેરી સવારે ખાલી પેટ પીવાથી વજન ઉતરે છે. 200 મિલી પાણીમાં 6 ગ્રામ તજનો પાવડર ઉમેરી 15 મિનિટ ગરમ કરી તેને ગાળીને પી જવાથી વજન ઉતરે છે. આ ઉપાય સવારે ખાલી પેટ કરવાનો છે.
રોજ રાત્રે ભોજન કરો તે પહેલા એક વાટકી પપૈયું ખાઈ લેવું. પપૈયાની જેમ તરબૂચ, શક્કરટેટીનું સેવન કરવાથી પણ ભૂખ ઓછી લાગે છે અને વજન વધતું અટકે છે. રોજ સવારે લસણની 3 કળી ખાવાથી પણ ઝડપથી વજન ઉતરે છે.