આ ઉપાય કરશો તો તમારી બ્લોક થયેલી નસો પણ ઉતરી જશે

 

જીવનશૈલીના કારણે થતા રોગમાંથી એક છે બ્લોકેજ, આ સમસ્યા ખૂબ જ જટીલ અને ગંભીર છે. જ્યારે કોઈને નસોના બ્લોકેજનો સામનો કરવો પડે છે ત્યારે તેના જીવ પર જોખમ ઊભું થાય છે. આ સમસ્યા મોટાભાગે ખાણીપીણીના કારણે થાય છે. ખરાબ જીવનશૈલીના કારણે આ સમસ્યા થાય છે. આ એક ગંભીર સમસ્યા છે અને તેનું નિરાકરણ સમયસર કરવું જરૂરી છે.

આજે તમને ધમનીઓના બ્લોકેજને દુર કરે તેવો સરળ અને ઘરગથ્થુ ઈલાજ જણાવીએ. આ ઈલાજ કરવાથી બાયપાસ સર્જરીના ખર્ચ અને જોખમ બંનેથી બચી જશો. આ ઘરેલું ઈલાજથી બ્લોકેજની સમસ્યાનું કાયમી નિરાકરણ આવી જશે.

શરીરમાં જ્યારે કોઈપણ નસ બ્લોક થતી હોય તો તેના કારણે શરીરના કોઈપણ ભાગમાં સમસ્યા થઈ શકે છે. કારણ કે તેના કારણે તે અંગ સુધી પહોંચતો રક્ત પ્રવાહ બાધિત થાય છે. આ સાથે જ જ્યાં બ્લોકેજ હોય છે ત્યાં ગાંઠ પણ થઈ જતી હોય છે.

આમ તો શરીરના કોઈપણ ભાગની નસ બ્લોક થતી હોય તે ખરાબ છે. પરંતુ હાર્ટની નસ જો બ્લોક થતી હોય તો તેનાથી વધારે જોખમ રહે છે. જ્યારે હાર્ટ સુધી જતી ધમનીઓ બ્લોક થતી હોય ત્યારે હાર્ટ એકેટ આવવાનું જોખમ વધી જાય છે.

આજે તમને ધમનીઓના બ્લોકેજને ખોલવાનો ઘરગથ્થુ ઈલાજ જણાવીએ. આ ઈલાજ કરવાથી બ્લોકેજ ઝડપથી ખુલી જાય છે. તેના માટે તમારે ઘરે એક ચૂર્ણ તૈયાર કરવાનું છે. આ ચૂર્ણ નીચે દર્શાવાનુસાર વસ્તુઓ લઈ અને તૈયાર કરવાનું છે.

આ ઔષધી બનાવવા માટે 10 ગ્રામની માત્રામાં કાળા મરી, તજ, તમાલપત્ર, મગજતરી, સાકર, અખરોટ અને અળસીની જરૂર પડશે. આ બધી વસ્તુઓને એક સાથે મિક્સરમાં પીસી લેવાની છે.

આ તૈયાર કરેલા ચૂર્ણને એક એર ટાઈટ બરણીમાં ભરી લેવું અને રોજ સવારે આ ચૂર્ણ પાણી સાથે લઈ લેવું. આ ચૂર્ણ સવારે ખાલી પેટ લેવાનું છે. આ ચૂર્ણ લીધાની એક કલાક સુધી કંઈપણ ખાવું પીવું નહીં.

આ ઉપાય કરવો શક્ય ન હોય તો ચિંતા ન કરો. તમે હળદરના ઉપયોગથી પણ નસોનું બ્લોકેજ ખોલી શકો છો. હળદરનો ઉપયોગ કરવાથી લોહી પાતળુ થાય છે. હળદર એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ હોય છે જે લોહીને જામતું અટકાવે છે. તેના કારણે નસ બ્લોક થવાની સમસ્યા થતી નથી.

તેના માટે હુંફાળા દૂધમાં હળદર ઉમેરી દિવસમાં બે વખત પી જવું. આ સિવાય રોજ સવારે એક લસણની કળી ગળી જવી. તેનાથી બ્લોક થયેલી નસો પણ ખુલી જાય છે.

Leave a Comment