દરેક ઘરના રસોડામાં કેટલીક એવી વસ્તુઓનો ઉપયોગ થાય છે જે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. આમ તો ભારતીય વ્યંજનમાં જે વસ્તુઓનો ઉપયોગ થાય છે તે શરીર માટે લાભકારી જ હોય છે. આ મસાલાનો ઉપયોગ પણ ભોજનને પૌષ્ટિક બનાવવા માટે થાય છે. આવી જ એક ગુણકારી વસ્તુ છે સુકા ધાણા.
સુકા ધાણાનો ઉપયોગ રસોઈમાં થાય છે અને તેમાંથી બનતું ધાણાજીરું પણ રસોઈમાં ઉપયોગમાં આવે છે. તેનાથી રસોઈનો સ્વાદ વધી જાય છે. ધાણાનો ઉપયોગ ખાસ રીતે કરવામાં આવે તો તેનાથી શરીરની ઘણી સમસ્યા દુર થાય છે અને સાથે જ બીમારી પણ મટે છે.
આયુર્વેદમાં તો ધાણાને એવી ઔષધિ ગણવામાં આવી છે જેનો ઉપયોગ કરવાથી શરીરની ગંભીર સમસ્યાથી પણ મુક્તિ મળે છે. તો ચાલો તમને આજીવન રોગમુક્ત રાખી શકે તેવા ધાણાનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે.
આજના સમયમાં જોવા મળે છે કે મોટાભાગના લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. તેના કારણે લોકો વારંવાર બીમાર થઈ જતા હોય છે. તેમને સૌથી વધુ વાયરલ રોગ થાય છે. આ સિવાય ડાયાબીટીસ પણ એક સામાન્ય સમસ્યા થઈ ચુકી છે.
વ્યક્તિનું બ્લડ શુગર વધી જાય છે જેના કારણે ડાયાબીટીસ થાય છે. આ બંને સમસ્યામાંથી ધાણા મુક્તિ અપાવી શકે છે. જે લોકો વારંવાર બીમાર પડતા હોય અને તેમને ડાયાબીટીસ પણ હોય તો તેનાથી જોખમી બીજું કંઈ નથી. આ રીતે વારંવારની બીમારી અને વધારે બ્લડ શુગર લેવલ ઘાતક સાબિત થઈ શકે છે.
આ સિવાય કોલેસ્ટ્રોલ પણ ઝડપથી વધતી સમસ્યા છે. જો તમે પણ બેડ કોલેસ્ટ્રોલનો સામનો કરી રહ્યા હોય તો તેમાંથી મુક્તિ મેળવવા માટે ધાણાનો ઉપયોગ કરી શકાય છે. કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો હાર્ટ સંબંધિત સમસ્યા થઈ શકે છે. તેથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ.
જો તમારે આ બધી જ સમસ્યાને દુર કરવી છે અને નિરોગી રહેવું છે તો આજથી જ ધાણાનો ઉપયોગ શરુ કરી દો. ધાણાનો આ રીતે તમારે ઉપયોગ કરવાનો છે. તેના માટે રાત્રે ધાણાને પાણીમાં પલાળી દેવાના છે. સવારે જાગી અને સૌથી પહેલા આ પાણીને ગાળી અને તેને પી જવાનું છે. આ પાણી પીવાથી કોલેસ્ટ્રોલ દુર થાય છે.
આ સાથે જ જો તમને ત્વચા કે કિડની સંબંધિત કોઈ સમસ્યા હોય તો તે પણ આ ઉપાય કરવાથી દુર થાય છે. ધાણાના પાણીનું સેવન કરવાથી કબજિયાત, સ્થૂળતા, ગેસ, અપચો જેવી સમસ્યા દુર થાય છે.