આ ઉપાયથી ખંજવાળ અને ચામડીના તમામ રોગો થઈ જશે દૂર

મિત્રો ગરમીના દિવસોમાં ઠંડક કરતાં બરફનો ઉપયોગ વધી જાય છે. બરફનો ઉપયોગ સૌથી વધુ ઉનાળા દરમિયાન થાય છે. તેનાથી ઠંડક મેળવવા ઉપરાંત પણ લાભ મેળવી શકાય છે.

એક ટુકડો બરફ ઠંડક આપવા ઉપરાંત ઘણા બધા લાભ પણ કરે છે. બરફ નો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે. તો ચાલો તમને જણાવીએ બરફના એક ટુકડાથી કેટલા લાભ થાય છે તે.

મેકઅપ લાંબો સમય સુધી ટકે તે માટે પ્રાઈમરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જે લોકોને પ્રાઈમરનો ઉપયોગ ન કરવો હોય તેઓ બરફનો ઉપયોગ કરી શકે છે. તેના માટે મેકઅપ કરતાં પહેલા ચહેરા પર બરફ લગાવી લો. તેનાથી ત્વચાના છીદ્રો ઓછા થાય છે અને મેકઅપ લાંબા સમય સુધી ટકે છે.

હોઠ પર જામેલી ડેડ સ્કીન દુર કરવાનું કામ પણ બરફ કરી શકે છે. હોઠ પર બરફ લગાવવાથી ડેડ સ્કીન દુર થાય છે. ચહેરા પરના ખીલને દુર કરવા પણ બરફ લગાવી શકાય છે. તેના માટે બરફને સુતરાઉ કપડામાં બાંધી અને ચહેરા પર મસાજ કરો.

બરફથી ચહેરા પર મસાજ કરવાથી ચહેરા પર દેખાતી વૃદ્ધત્વની અસરને ઘટાડી શકાય છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચા કડક બને છે. તે એક એન્ટી એજિંગ ક્રીમ જેવું કામ કરે છે.

જે લોકો કોમ્પ્યુટર કે મોબાઈલનો વધારે ઉપયોગ કરે છે અને આંખ દુખતી હોય તો બરફનો ટુકડો રુમાલમાં બાંધી અને તેને આંખો પર રાખો. તેનાથી બળતરા અને દુખાવો મટે છે.

પગની એડીમાં થતા દુખાવામાં પણ આઈસ પેકની મદદથી શેક કરવો. તેનાથી દુખાવાથી રાહત થાય છે. માથાનો દુખાવો હોય તો આઈસ પેક અથવા તો બરફના ટુકડાને કપડામાં બાંધી અને માથા પર રાખો. અને નાભિ પર બરફ ઘસો. તેનાથી રાહત થાય છે.

આઈબ્રો, અપરલિપ્સ, થ્રેડિંગ કર્યા પછી ત્વચા પર બળતરા થતી હોય તો વાળ કાઢતા પહેલા બરફ લગાવી દો. તેનાથી તકલીફ ઓછી થશે. જો શરીરના કોઈ ભાગ પર સોજો કે દુખાવો હોય તો પણ બરફથી મસાજ કરવાથી રાહત થાય છે.

બરફની મદદથી ચહેરાની ચરબી પણ ઉતરે છે. તેના માટે 4 સપ્તાહ સુધી બરફના પાણીથી ચહેરો સાફ કરવો. તેનાથી ચહેરાની ચરબી ઉતરે છે.

જ્યારે વધારે જમાઈ જાય અને પેટ ભારે લાગે ત્યારે બરફના 2 ટુકડા ખાઈ લેવા. ખોરાક તુરંત પચી જશે. નાકમાંથી નીકળતું લોહી તુરંત બંધ કરવું હોય તો એક રુમાલમાં બરફના ટુકડા રાખી તેનાથી નાકની આસપાસ શેક કરો. લોહી નીકળતું બંધ થઈ જશે.

Leave a Comment