ગોઠણના સાંધાના દુખાવાની સમસ્યાથી કોઈપણ ઉંમરની વ્યક્તિ પરેશાન થઈ શકે છે. આ સમસ્યામાં હલનચલનની સાથે ઉઠવા બેસવામાં પણ તકલીફ થાય છે. તેથી જેને આ દુખાવો હોય તે ઝડપથી આ દુખાવાથી મુક્ત થવા ઈચ્છે છે.
તેવામાં આજે તમને ઘૂંટણ અને સાંધાનો દુખાવો દૂર કરે તેવો મીઠો મીઠો ઉપાય જણાવીએ. જો તમને કોઈ કહે કે તમારી કોઈ બીમારી લાડુ ખાઈ ને દૂર થઈ શકે છે તો ? આ વાત પહેલી વારમાં કદાચ તમને પણ માનવામાં નહીં આવે. પરંતુ ખરેખર તમે સાંધા અને ગોઠણ ના દુખાવા ને એક લાડુ ખાઈ ને દૂર કરી શકો છો.
આજે તમને આ લાડુ કેવી રીતે બનાવવા તે પણ જણાવીએ, પરંતુ સૌથી પહેલાં તમને કારણ જણાવીએ કે સાંધાના અને ગોઠણ ના દુખાવા શા માટે થાય છે. જ્યારે શરીરમાં કેલ્શિયમની ઊણપ સર્જાય ત્યારે ઘૂંટણ અને સાંધાના દુખાવા થઈ શકે છે. આ સિવાય જ્યારે હાડકા વચ્ચેનું લુબ્રિકન્ટ ઘટવા માંડે ત્યારે પણ સાંધામાં ઘસારો થાય છે અને તેના કારણે અસહ્ય દુખાવો રહે છે.
આ વાત તો થઈ ઘૂંટણ અને સાંધાના દુખાવાના કારણોની. હવે તમને જણાવીએ કે આ તકલીફમાંથી મુક્ત કરતા લાડુ કેવી રીતે બનાવવા. જો તમે સાંધાના દુખાવા ની શરૂઆત હોય ત્યારે જ આ ઉપાય કરી લેશો તો તમે ઓપરેશનમાં ખર્ચથી પણ બચી જશો.
સાંધાનો અસહ્ય દુખાવાને દૂર કરતો ઘરગથ્થુ ઈલાજ આજે તમને જણાવી દઈએ. આ ઉપચાર કરવા માટે જે વસ્તુઓની જરૂર પડે છે તે ઘરના રસોડામાં જ ઉપલબ્ધ હોય છે. રસોડામાં ઉપલબ્ધ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને તમારે આ લાડુ બનાવવાના છે.
સાંધાના દુખાવા દૂર કરતા લાડુ બનાવવા માટે 200 ગ્રામ તલ 25 ગ્રામ સૂંઠ અને જરૂર મુજબ દેશી ગોળ લેવાનો છે. આ બધી વસ્તુ માંથી લાડુ બનાવવા માટે સૌથી પહેલા ગોળને ગરમ કરીને તેનો પાયો બનાવો.
ગોળનો પાયો તૈયાર થઇ જાય એટલે તેમાં તલ અને સૂંઠ ઉમેરી દો. ત્યાર પછી તેમાંથી નાના નાના લાડુ બનાવી લો. આ લાડુ અને એરટાઈટ ડબામાં પેક કરી રાખો. હવે રોજ એક લાડુ સવારે ખાલી પેટ ખાઇ લેવો.
નિયમિત રીતે એક મહિના સુધી આ લાડુ ખાવાથી શરીરના કોઈપણ પ્રકારના દુખાવા હશે તો તે દૂર થઈ જશે. ખાસ કરીને સાંધા અને ઘૂંટણના દુખાવા તો કાયમ માટે દૂર થઈ જશે.