દોસ્તો ચ્યવનપ્રાશ નો ઉપયોગ ઘણા લોકો કરે છે. ચવનપ્રાસ ની તાસીર ગરમ હોય છે પરંતુ તે અનેક પ્રકારની જડીબુટ્ટીઓના મિશ્રણથી બનેલુ હોય છે.
ચ્યવનપ્રાશ સંપૂર્ણપણે આયુર્વેદિક હોય છે. તેમાં રહેલા તત્વ શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. જેના કારણે શરદી, ઉધરસ, કફ જેવી સમસ્યાઓ થી બચી શકાય છે.
સામાન્ય રીતે શિયાળામાં ચવનપ્રાસ નો ઉપયોગ વધારે કરવામાં આવે છે. ચમન રસનો ઉપયોગ આયુર્વેદિક ઔષધી તરીકે કરવામાં આવે છે કારણ કે તેનાથી અનેક પ્રકારના રોગ દૂર થાય છે.
તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે જેના કારણે શરીર ગંભીર રોગો સામે પણ લડી શકે છે. તેમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. તેથી જ જવન પ્રાસ નિયમિત સેવન કરવું ફાયદાકારક છે.
ચવનપ્રાશ ખાવાથી હૃદય સંબંધિત સમસ્યાઓથી બચી શકાય છે. ચવનપ્રાસ ખાવાથી હૃદયના સ્નાયુઓ સુધી પહોંચતો રક્ત પ્રવાહ સારી રીતે થાય છે. જેના કારણે હાર્ટ એટેક સ્ટ્રોક જેવા જોખમોથી બચી શકાય છે. નિયમિત રીતે ચવનપ્રાશ ખાવાથી હૃદય સંબંધિત બીમારીથી બચી શકાય છે.
તેનું સેવન કરવાથી પાચનતંત્ર પણ સારું રહે છે. તેનાથી પેટ સંબંધિત સમસ્યા જેવી કે કબજિયાત, અપચો, એસિડિટી વગેરેથી છુટકારો મળે છે. તેનાથી આંતરડા પણ સાફ થાય છે.
જે લોકોને યાદશક્તિ નબળી હોય તેમણે રોજ ચવનપ્રાસ નું સેવન કરવું જોઇએ તેનાથી મગજ નું સ્વાસ્થ્ય સારું રહે છે. સાથે જ મોટી ઉંમરે યાદશક્તિ નબળી પડવા ની તકલીફ થી પણ મુક્તિ મળે છે. તેનું સેવન કરવાથી મગજના કોષને પણ પોષણ મળે છે.
નિયમિત રીતે ચવનપ્રાશ ખાવાથી હાડકા મજબુત થાય છે. તેનું સેવન કરવાથી કેલ્શિયમ અને પ્રોટીનની ઉણપ દૂર થાય છે. જેના કારણે હાડકા અને દાંત મજબૂત બને છે. તેનું સેવન કરવાથી હાડકાંનો વિકાસ પણ સારી રીતે થાય છે.
તેનું સેવન નિયમિત રીતે કરવાથી શ્વાસ સંબંધી સમસ્યાથી મુક્તિ મળે છે. શ્વાસના દર્દીને હુંફાળા પાણી સાથે ચવનપ્રાસ આપવું જોઇએ તેનાથી ઝડપથી ફાયદો થાય છે.
કેન્સર જેવી જીવલેણ બીમારી સામે પણ ચવનપ્રાસ નું સેવન કરવાથી બચી શકાય છે. ચમન પ્રાસ મા એવા તત્વ હોય છે જે આંતરડાના કેન્સરને થતું અટકાવે છે આ ઉપરાંત કોલોન કેન્સરની શક્યતા પણ ઘટી જાય છે.
નિયમિત રીતે તેનુ સેવન કરવાથી થાક નબળાઈની સમસ્યા દૂર થાય છે અને શરીરમાં એનર્જી ભરપૂર પ્રમાણમાં રહે છે.