દોસ્તો આજના આધુનિક સમયમાં મોટાભાગના લોકોને ઉંમરની સાથે સાથે હાડકાં નબળાં પડી જવાની સમસ્યા રહેતી હોય છે. વળી ઘણા કિસ્સાઓમાં તો હાડકા એટલા બધા નબળા થઈ જાય છે કે સામાન્ય સ્થિતિમાં પણ તે તૂટી જતા હોય છે અને ઘણી વખત શરીરમાં કેલ્શિયમ ના અભાવને કારણે પણ હાડકા તૂટવાની સમસ્યા લોકોને હેરાન કરતી હોય છે.
વળી વધુ પ્રમાણમાં મીઠું ખાઈ લેવામાં આવે તો પણ હાડકામાં રહેલું કેલ્શિયમ પેશાબ વાટે બહાર નીકળી જાય છે. જેના લીધે હાડકાં નબળાં પડી જવાની સમસ્યા રહેતી હોય છે. તેથી જો તમે વધારે પ્રમાણમાં મીઠાનું સેવન કરતા હોય તો આજથી તમારી આ આદત ને સુધારી લેવી જોઈએ.
જો આપણે હાડકાને મજબૂત કરવાના ઉપાયો વિશે વાત કરીએ તો તમારે દરરોજ સવારે એક સફરજન ખાઈ લેવાની ટેવ પાડી દેવી જોઈએ. કારણ કે સફરજનમાં પોલિફેનોલ્સ નામના એન્ટી ઓક્સિડેન્ટ ગુણ મળી આવે છે.
એન્ટી ઓક્સિડેન્ટ તમારા હાડકાઓને મજબૂત બનાવવાનું કામ કરે છે. તમારી માહિતી માટે જણાવી દઈએ કે જો તમે સફરજનને તેની છાલ સહિત ખાવાનું પસંદ કરો છો તો તમને વધારે ફાયદો થાય છે.
હાડકાંને મજબૂત કરવા માટે તલના બીજ ને ભોજનમાં સામેલ કરવા જોઇએ. કારણ કે તલના બીજમાં કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે હાડકાને મજબૂત કરવા માટે કામ કરે છે.
એક મુઠી તલ ના બીજનું સેવન કરવામાં આવે તો તમને તાત્કાલિક ધોરણે ફાયદો થઈ શકે છે. વળી જો તમે તેને ગરમ દૂધમાં ઉમેરીને ખાવાનું શરૂ કરી દો છો તો તમને બમણો લાભ થઈ શકે છે.
હાડકાને મજબૂત કરવા માટે અનાનસ પણ મદદગાર સાબિત થાય છે. હકીકતમાં તેમાં મેંગેનીઝ મળી આવે છે. જે અસ્થિભંગની સમસ્યાને અટકાવે છે.
જ્યારે આપણા શરીરમાં મેંગેનીઝની ઊણપ ઉદભવે છે ત્યારે સાંધામાં દુખાવો અને હાડકાં નબળાં પડી જવાની સમસ્યા વ્યક્તિને હેરાન કરે છે. તેથી જો તમે ભોજન કરતા પહેલા 1 વાટકી અનાનસનું સેવન કરો છો તો તમારે અસ્થિભંગ અથવા સાંધાના દુખાવાની સમસ્યા નો સામનો કરવો પડતો નથી.
લીલી શાકભાજી પણ તમારી બધી સમસ્યાઓનો ઈલાજ માનવામાં આવે છે. તેમાં દરેક પ્રકારના વિટામિન મળી આવે છે. જો તમે પાલક, મેથી જેવી એવી શાકભાજી ને પોતાના ભોજનમાં સામેલ કરો છો તો તેનાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ જોવા મળતી નથી અને તેના લીધે આપણા શરીરમાં હાડકાની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
હાડકાને મજબૂત કરવા માટે સોયાબીન પણ ઉત્તમ ઉપાય માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે, જેનાથી તમારું શરીર એકદમ ફિટ બની જાય છે. આ જ ક્રમમાં તમે ગોળનું સેવન કરીને પણ હાડકાને મજબૂત કરી શકો છો.
જો તમને તે સીધું ખાવું પસંદ ન હોય તો તમે તેની ચા બનાવીને પી શકો છો અથવા અન્ય કોઈ વસ્તુમાં ઉમેરીને તેનું સેવન કરી શકો છો. હકીકતમાં ગોળમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે તેનાથી આપણા હાડકા ને તાત્કાલિક ધોરણે રાહત મળે છે.
હાડકાને મજબૂત કરવા માટે દૂધ ખૂબ જ મદદગાર સાબિત થઇ શકે છે. કારણ કે દૂધમાં ઉત્તમ પ્રકારનું કેલ્શિયમ મળી આવે છે. જે વ્યક્તિ દરરોજ બે ગ્લાસ દૂધ પીવે છે તેને ક્યારેય હાડકાની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. હકીકતમાં દૂધમાં કેલ્શિયમની સાથે સાથે વિટામિન ડી પણ મળી આવે છે. જેનાથી આપણા હાડકા મજબૂત બનવા માટે કામ કરે છે.
તમે હાડકાંને મજબૂત બનાવવા માટે મગફળી અથવા બદામનું સેવન કરી શકો છો. જે લોકો શિયાળાની સિઝનમાં આ બન્નેનું સેવન કરવાનું પસંદ કરે છે તેમના હાડકા ક્યારેય નબળા પડતા નથી.
જે લોકોને પપૈયા ખાવાનું પસંદ હોય છે તેવા લોકોને પણ વધારે માત્રામાં હાડકાની નબળાઈનો સામનો કરવો પડતો નથી. કારણકે પપૈયામાં વિટામિન સી મળી આવે છે, જે આપણા શરીરમાં રહેલા પોષક તત્વોની ઉણપ દૂર કરે છે અને સાંધાના દુખાવામાં તાત્કાલિક રાહત આપી શકે છે. તેથી જે લોકોને સાંધાનો દુખાવો રહેતો હોય તેવા લોકોએ તો પોતાના ભોજનમાં અવશ્ય પપૈયાને સામેલ કરવા જોઇએ.