દોસ્તો લીમડાના વૃક્ષની દરેક વસ્તુ ઔષધિ તરીકે કામ આવે છે. લીમડાના પાનથી લઈને તેના મૂળ સુધી ની દરેક વસ્તુનો ઉપયોગ આયુર્વેદિક દવામાં થાય છે.
લીમડો સ્વાદમાં કડવો હોય છે પણ તેની તાસીર ઠંડી હોય છે. તેથી જ સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે ઉનાળા દરમિયાન લીમડાનું સેવન કરવું જોઇએ. તેનાથી શરીરને ઠંડક મળે છે અને અનેક બીમારીથી બચી શકાય છે.
લીમડા ની જેમ ગીલોઈ પણ ફાયદાકારક ઔષધિ છે. ગીલોઈ પણ સ્વાદમાં કડવી હોય છે પણ તાસીર ગરમ હોય છે. ગીલોયની પણ બધી જ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તેનો ઉપયોગ કરી શકાય છે. ગીલોઈ ના પાંદડા માંથી બનેલો પાઉડર તેનો રસ દરેક વસ્તુનો ઉપયોગ કરી શકાય છે.
તુલસી પણ ઔષધીય ગુણોથી ભરપૂર છે. તુલસી તાસીર પણ ગરમ છે તેનું સેવન કરવાથી શરદી ઉધરસ તુરંત મટે છે. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને શરીર ઘણા રોગનો શિકાર થતાં બચી જાય છે.
આ ત્રણેય શક્તિશાળી વસ્તુઓનું મિશ્રણ કરીને જો તમે લેશો તો આજીવન નીરોગી રહી શકો છો. ગીલોઈ, લીમડો અને તુલસી નું મિશ્રણ આયુષ્ય વધારે છે અને આજીવન નીરોગી રાખે છે.
આ ત્રણેય વસ્તુનું મિશ્રણ કરીને ઉકાળો બનાવીને તમે પીશો તો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધશે અને શરદી, ઉધરસ, તાવ, કફ જેવી બીમારીઓથી શરીરનું રક્ષણ થશે.
આ ત્રણે વસ્તુ ના મિશ્રણ થી ડાયાબિટીસના દર્દીઓને ખૂબ જ લાભ થાય છે. તેનું સેવન કરવાથી રક્તમાં સુગરનું પ્રમાણ ઘટે છે.
આ ત્રણ વસ્તુ નું સેવન કરવાથી વાતાવરણના કારણે થતો તાવ, ડેન્ગ્યુ મલેરિયા જેવી બીમારીમાં પણ રાહત મળે છે. આ ત્રણે વસ્તુ બ્લડ પ્લેટલેટ વધારવાનું કામ કરે છે. તેથી ડૉક્ટરોની દવા સાથે જો તમે આ વસ્તુનું સેવન કરો છો તો ઝડપથી રીકવરી આવે છે.
પેટ સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે ગીલોય, લીમડો અને તુલસીનો ઉકાળો બનાવીને પીવો જોઇએ. સંધિવામાં પણ આ ઉકાળો ફાયદાકારક છે. તેનાથી સાંધાના દુખાવા મટે છે.
આ ત્રણે વસ્તુના મિશ્રણથી બનેલો ઉકાળો શરીરની ચયાપચયની ક્રિયાને વધારે છે. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. જે લોકો વધારે વજનની સમસ્યાથી પીડાય છે તેમણે આ ઉકાળો પીવો લાભકારી છે.
આ ત્રણેય વસ્તુઓના મિશ્રણથી બનેલો ઉકાળો ત્વચા સંબંધી સમસ્યાથી પણ મુક્તિ અપાવે છે. આ વસ્તુનું મિશ્રણ ત્વચા સંબંધિત ચેપ સામે રક્ષણ કરે છે. ખરજવું, ધાધર જેવી તકલીફમાં આ ઉકાળો પીવાથી રાહત મળે છે.
આ ઉકાળો માનસિક સ્વાસ્થ્ય પણ સુધારે છે. તેનું સેવન કરવાથી માનસિક તણાવ ઘટે છે અને મનને શાંતિ મળે છે. જે લોકોને મગજ સંબંધી સમસ્યાઓ હોય તેમણે આ ઉકાળો પીવો જોઇએ.