દોસ્તો સામાન્ય રીતે બાવળના ઝાડની લોકો મોટેભાગે અવગણના કરતા હોય છે. કારણ કે તેના કાંટા કોઈપણ વ્યક્તિને પસંદ આવતા નથી પરંતુ શું તમે જાણો છો કે બાવળ તમારા સ્વાસ્થ્ય માટે પણ દવા સમાન કામ કરી શકે છે.
તેનો ઉપયોગ કરીને તમે કફ, વાયુ અને પિત્તની સમસ્યા થી છુટકારો મેળવી શકો છો. જો સાંધાનો દુખાવો થયો હોય અથવા તો હાડકા નબળા પડી ગયા હોય તો તમે બાવળના પાંદડા અને છાલ નો ઉપયોગ કરી શકો છો અને તાત્કાલિક ધોરણે દુખાવાથી આરામ મેળવી શકો છો.
તમને જણાવી દઈએ કે બાવળ નો ઉપયોગ કરીને તમે સાંધાના દુખાવાથી આરામ મેળવી શકો છો. આ માટે તમારે સૌથી પહેલાં બાવળની સિંગો લાવીને તડકામાં સૂકવી લેવી જોઇએ અને ત્યાર બાદ તમારે તેનો પાવડર બનાવી લેવો જોઈએ.
હવે તેને સવારે એક ચમચી ગરમ પાણીમાં ઉમેરી ભોજન કર્યા પછી તેનું સેવન કરવું જોઈએ. જો તમે બેથી ત્રણ મહિના સતત આ ઉપાય કરતાં રહેશો તો તમારો દુખાવો દૂર થઇ જશે અને ગોઠણ બદલવાની આવશ્યકતા રહેશે નહીં.
જો તમારા હાડકાં નબળા પડી ગયા છે તો તમારે બાવળની સિંગો નો પાવડર એક ચમચી લઇને સવારે અને સાંજે નિયમિત લેવાનું શરૂ કરી દેવું જોઇએ. જેનાથી તમને હાડકા જલ્દીથી સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.
જો તમારા કોઈ જગ્યાએ હાડકા તૂટી ગયા છે તો તમારે છ ગ્રામ ચૂર્ણને પંચાંગના ચૂર્ણમાં ઉમેરી બકરીના દૂધમાં મિક્સ કરીને સેવન કરી લેવું જોઈએ. આ ઉપાય કરવાથી તમારું હાડકું એક જ દિવસમાં જોડાઈ જશે અને તમને આરામ મળશે.
આ સિવાય તમે બાવળના બીજને વાટીને ત્રણ દિવસ સુધી મધ સાથે સેવન કરો છો તો પણ હાડકા ભાગી જવાની સમસ્યાથી છુટકારો મળી શકે છે. જો તમને કાનનો દુખાવો થઈ રહ્યો છે અથવા કાનમાં અન્ય સમસ્યા થઈ રહી હોય તો તમારે બાવળને સરસવના તેલમાં ગરમ કરી લેવું જોઈએ.
ત્યાર બાદ તમારે તેને નીચે ઉતારી થોડું ઠંડુ થાય ત્યારે આ કાનમાં ટીપા સ્વરૂપે ઉમેરવું જોઈએ, જેનાથી દુખાવાની સમસ્યા દૂર થઈ જાય છે.
જો તમને કમરનો દુખાવો થઈ ગયો હોય તો તમારે બાવળની છાલ,સિંગો અને ગુંદર સરખી માત્રામાં લઈને વાટી લેવું જોઈએ. ત્યારબાદ દિવસમાં એક ચમચી ત્રણ વખત સેવન કરવાથી કમરના દુખાવામાં આરામ મળી જાય છે. આ સિવાય બાવળના ફૂલ અને સજ્જી એક એક ગ્રામ લઈને સૂર્ય ઉગતા પહેલા લેવાથી કમરના દુખાવામાં આરામ મળી શકે છે.
જો તમને પેશાબ વધારે આવવાની તકલીફ થઈ રહી હોય તો પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે બાવળને સિંગોને છાયડામાં સૂકવી લેવી જોઇએ અને તેનો પાવડર લેવામાં આવે તો પેશાબ વધારે આવવાની સમસ્યા દૂર થઈ શકે છે.
જે લોકોને પેશાબ થઇ જવાની સમસ્યા રહેતી હોય તેવા લોકો માટે પણ બાવળની સીંગ ઔષધિ સમાન કામ કરે છે. આ માટે તમારે બાવળની સીંગોને સૂકવી લેવી જોઈએ અને ઘીમાં શેકી લેવી જોઈએ.
ત્યારબાદ તેમાં સાકર ઉમેરી દિવસ દરમ્યાન લેવામાં આવે તો તમને પથારીમાં પેશાબ થવાની સમસ્યા દૂર થઈ જાય છે. જોકે તમારે તેને હંમેશા ગરમ દૂધ સાથે લેવાનો પ્રયાસ કરવો જોઈએ.
જો તમને ઝાડા થઈ ગયા હોય તો પણ તમે બાવળ ની શીંગ નો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે સિંગ, આમળા અને જાયફળના બીજને એક સમાન માત્રામાં લઈને પીસી લેવું જોઇએ અને તેનું સેવન કરવું જોઈએ. જેનાથી તમને અવશ્ય ફરક દેખાવા મળશે અને ઝાડાની સમસ્યામાંથી છુટકારો મળી જશે.
જો તમે શારીરિક શક્તિ વધારવા માંગતા હોય તો પણ તમે બાવળની સિંગોનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે બાવળની સિંગને છાયડામાં સૂકવી લેવી જોઇએ અને તેમાં યોગ્ય પ્રમાણમાં સાકર ઉમેરીને વાટી લેવી જોઈએ. હવે એક ચમચી સવારે અને સાંજે એમ બન્ને ટાઇમ પાણી સાથે લેવાથી શક્તિમાં વધારો થઈ શકે છે અને શરીરમાં નબળાઈ દૂર થઈ જાય છે.