દોસ્તો સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાને સ્વસ્થ બનાવવા માંગતો હોય છે અને આ માટે તે શક્ય પ્રયત્ન પણ કરે છે પરંતુ ઘણી વખત ના ઈચ્છતા હોવા છતાં પર શરીર અસ્વસ્થ બની જાય છે અને વિવિધ પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડે છે.
જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે તે ડોક્ટર પાસે જઇને તેનો ઇલાજ કરાવે છે પરંતુ શું તમે જાણો છો કે વધુ પ્રમાણમાં ડોક્ટરી દવાઓનો ઉપયોગ કરવાથી શરીર પર હાનિકારક અસર પડે છે અને સમય સાથે શરીરને નુકસાન થાય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી કેટલાક ઘરેલુ ઉપાયો અજમાવીને પોતાના શરીરને સ્વસ્થ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આવી સ્થિતિમાં આ લેખમાં અમે તમને એક એવી વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે પોતાના શરીરને સ્વસ્થ બનાવી શકો છો અને તમારી પેટ સાથે જોડાયેલા સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
સામાન્ય રીતે મીઠાઇનો સ્વાદ વધારવા માટે વાપરવામાં આવતી લીલી ઈલાયચી નું સેવન કરવું આપણા શરીર માટે ખૂબ જ સારું સાબિત થઈ શકે છે. હકીકતમાં તેનું સેવન કરવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય જ છે સાથે-સાથે પેટ સાથે જોડાયેલા રોગો જેમ કે ગેસ, અપચો, કબજિયાત વગેરેનો સામનો કરવો પડતો નથી. લીલી ઈલાયચીને પોષક તત્વો નો ખજાનો તરીકે ઓળખવામાં આવે છે, જેનો ઉપયોગ કરીને તમે વિવિધ પ્રકારની બીમારીઓથી રાહત મેળવી શકો છો.
જે લોકો શરદી, ઉધરસ, ઊલટી જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેવા લોકો પણ લીલી ઈલાયચી નો ઉપયોગ કરી શકે છે. ખાલી પેટ લીલી ઇલાયચીનું સેવન કરવામાં આવે તો અપચોની સમસ્યા દૂર થઈ શકે છે.
હકીકતમાં તેમાં મળી આવતું ફાઇબર પાચન શક્તિમાં વધારો કરે છે અને તમે જે પણ વસ્તુ ખાવ છો તેનું આસાનીથી પાચન થઈ જાય છે. જે પાચનતંત્રમાં સુધારો લાવવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટે સેવન કરવાથી ભૂખ પણ વધી શકે છે. જો તમને ભૂખ લાગતી નથી તો તમે સવારે ખાલી પેટે ઈલાયચી નું સેવન કરી શકો છો.
જો તમે સવારે ખાલી પેટ ઇલાયચીનું સેવન કરી ઉપરથી ગરમ પાણી પી જાઓ છો તો ભૂખ વધે છે અને તમારું વજન પણ વધી શકે છે. તેથી જે લોકો પોતાના વજનને વધારવા માંગે છે તેવા લોકો સવારે ખાલી પેટે ગરમ પાણી સાથે ઈલાયચી ખાઈ શકે છે.
લીલી ઈલાયચી માં ફાઇબર મળી આવે છે સાથે સાથે પોટેશિયમ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેથી તે બ્લડ પ્રેશરને કાબૂમાં લાવવા માટે કામ કરે છે. જો તમે ઇલાયચીને ગરમ પાણી સાથે ખાવ છો તો તમારું બ્લડ સર્ક્યુલેશન રીતે યોગ્ય થાય છે અને બ્લડ પ્રેશરની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. જોકે તમારે બ્લડ પ્રેશરની સમસ્યા થવા ઉપર ડોક્ટરની સલાહ લીધા પછી લીલી ઈલાયચી નો ઉપયોગ કરવો જોઈએ.
ખાલી પેટે લીલી ઇલાયચી નું સેવન કરવાથી વાળ પણ એકદમ મજબૂત બની શકે છે. તેમાં મળી આવતા તત્વો વાળને પોષણ આપે છે અને વાળ એકદમ મજબૂત બને છે. ઇલાયચીનું સેવન કરવાથી વાળનો ગ્રોથ પણ સારી રીતે થાય છે. તેથી જે લોકો પોતાના વાળને લાંબા, જાડા અને કાળા બનાવવા માંગે છે તેવા લોકો તો પોતાના ભોજનમાં ઇલાયચી અવશ્ય સામેલ કરવી જોઈએ.
જે લોકોને મોઢામાં ચાંદા પડવાની સમસ્યા રહેતી હોય તેવા લોકો પણ ઇલાયચીનો ઉપયોગ કરી શકે છે. ખાલી પેટે ઈલાયચી નું સેવન કરવું ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે, જે પાચનને યોગ્ય બનાવે છે અને કબજીયાત થી રાહત મળે છે.
લીલી ઈલાયચી મોઢાના ચાંદા ને દુર કરવા માટે કામ કરે છે. ઈલાયચીમાં પોટેશિયમ અને ફાઇબર મળી આવે છે. તેથી તેનું દરરોજ સેવન કરવાથી લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે અને લોહીનો પ્રવાહ યોગ્ય હોવાને કારણે તમારી વિવિધ પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડતો નથી.
સવારે ખાલી પેટે ઈલાયચી નું સેવન કરવાથી શરદી-ખાંસીની સમસ્યામાં પણ રાહત મળી શકે છે પરંતુ તમને અગાઉથી કોઈ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હેરાન કરી રહી છે તો તમારે ડોક્ટરની સલાહ લીધા પછી લીલી ઈલાયચી નો ઉપયોગ કરવો જોઈએ.