જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે તેના કારણે માણસને શરીરને કેટલાક નુકસાન પણ ભોગવવા પડે છે. જેમ કે મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ જેવી વસ્તુઓનો કામના કારણે દિવસ દરમિયાન કલાકો સુધી ઉપયોગ કરવો પડે છે.
આવી સ્થિતિમાં આંખને સૌથી વધુ નુકસાન થાય છે.વળી કેટલાક લોકોને મોબાઈલ પર સમય પસાર કરવાની આદત હોય છે જેના કારણે પણ મોબાઈલ માંથી નીકળતા કિરણો આંખને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે.
આ જ કારણ છે કે નાની ઉંમરમાં પણ લોકોની આંખ નબળી પડી જાય છે અને તેમને ચશ્મા પહેરવાની જરૂર પડે છે. આજે તમને આંખના નંબર ઉતારવાનો અને વર્ષો સુધી ચશ્માથી બચીને રહેવાનો એક અસરકારક ઉપાય જણાવીએ.
આ ઉપાય એવો છે જેને વર્ષોથી આપણા વડીલો પણ કરતા આવ્યા છે એટલે જ તો પહેલાના સમયના લોકોને 70 વર્ષે પણ ચશ્મા પહેરવાની જરૂર પડતી નહીં. જો તમે પણ આજથી જ આ પ્રયોગ શરૂ કરી દેશો તો આંખના નંબર ધીરે-ધીરે ઊતરવા લાગશે અને જો તમને નંબર નથી તો સો ટકા નંબર આવશે પણ નહીં.
તેના માટે તમારે એક વસ્તુ દૂધમાં ઉમેરીને રોજ પીવાની છે. આયુર્વેદની દ્રષ્ટિએ આંખને તંદુરસ્ત રાખવાનો અને નંબર આવે તેનાથી બચવા માટે આ શ્રેષ્ઠ ઉપાય છે. આ ઉપાય કરવા માટે તમારે ખાસ પ્રકારનું ચૂર્ણ ઘરે તૈયાર કરવાનું છે.
તેના માટે 50 ગ્રામ બદામ અને 50 ગ્રામ વરિયાળી લેવી. આ બંને વસ્તુને બરાબર વાટી લેવી અને તેમાં 50 ગ્રામ સાકર નો પાઉડર ઉમેરવો. આ ચૂર્ણને એક એર ટાઈટ ડબ્બામાં ભરી રાખવું. હવે આ ચૂર્ણ રોજ સવારે અને સાંજે એક ગ્લાસ દૂધ સાથે લેવાનું છે. આ ચૂર્ણ ગાયના દૂધ સાથે લેશો તો વધારે સારું. એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી ચૂર્ણ ઉમેરીને પી જવું.
સવારે આ દૂધ ખાલી પેટ પીવાનું છે. અને રાત્રે જમ્યા પછી એક કલાક રહીને આ દૂધ પી લેવું. સવારે અને સાંજે આ દૂધ પીવાથી આંખને લગતી કોઇપણ સમસ્યા હશે તો તે દૂર થશે અને આંખનું તેજ પણ વધશે.
જે લોકો આ ઉપાય નિયમિત કરે છે તેમને આંખના નંબર આવતા નથી. જેમને આંખના નંબર છે તેમની દૃષ્ટિ પણ સુધરે છે. આ ચૂર્ણ પીવાથી આંખની ગરમી પણ ઓછી થાય છે.