આ ઉપાયથી ઘરે બેઠા તમારા વાળ ડામર કરતા પણ કાળા થઈ જશે

 

આજના સમયમાં લોકો પોષણયુક્ત આહાર કરવાને બદલે જંક ફુડ વધારે પસંદ કરે છે. વળી લોકોની લાઈફ સ્ટાઈલમાં પણ ઉજાગરા વધી ગયા છે અને સ્ટ્રેસ પણ વધારે રહે છે તેના કારણે વાળ નાની ઉંમરમાં સફેદ થવા લાગે છે.

સફેદ થતા વાળની સમસ્યાથી કોઈ બાકાત નથી. કોઈ એવી વ્યક્તિ ન હોય જેને આ ફરિયાદ ન હોય. જ્યારે વાળ નાની ઉંમરમાં સફેદ થવા લાગે છે તો તેના માટે કલર કરવો પડે છે. પરંતુ કલરમાં હાનિકારક કેમિકલનો ઉપયોગ થાય છે આ વાતના કારણે ઘણા લોકો કલર કરવાનું ટાળે છે.

જો તમને પણ સફેદ વાળની સમસ્યા નડતી હોય પણ તમારે કલર કરાવવાથી બચવું હોય તો તમને એક બેસ્ટ રસ્તો જણાવીએ. આ ઉપાય કરવાથી તમારે વાળને કાળા કરવા માટે કલર કરવો નહીં પડે અને વાળ કુદરતી રીતે કાળા થશે.

આ ઉપાયની ખાસ વાત એ છે તેનાથી વાળને પોષણ પણ મળે છે જેના કારણે વાળનું કુદરતી સૌંદર્ય વધે છે અને તે મજબૂત પણ થાય છે. તો ચાલો તમને જણાવીએ વાળને કુદરતી રીતે કાળા કરવા શું કરવું જોઈએ.

વાળ ત્યારે સફેદ થાય છે જ્યારે શરીરમાં પીગ્મેન્ટનું પ્રોડકશન અટકી જાય અથવા વાળના મૂળની આસપાસ મેલાનોસાઈટ્સ ઘટી જાય. આ સિવાય હોર્મોનમાં ફેરફાર થવાના કારણે કે પછી વારસાગત કારણોને લીધે પણ વાળ સફેદ થાય છે.

સફેદ વાળ અંગે નિષ્ણાંતો જણાવે છે કે વાળમાં લીમડાના પાનવાળા પાણીની માલીશ કરવાથી વાળ સોફ્ટ, સ્ટ્રોંગ અને શાઈની બને છે.

તેના માટે પાણીમાં મીઠા લીમડાના પાન ઉમેરી તેને 20 મિનિટ ગરમ કરો. હવે આ પાણી ઠંડુ થાય એટલે તેનો વાળમાં છંટકાવ કરી ને વાળના મૂળમાં માલિશ કરો. મીઠા લીમડાના પાનમાં એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે માથાની ત્વચાને સ્વસ્થ રાખે છે. આ ઉપાય રોજ કરવાથી ઝડપથી રિઝલ્ટ જોવા મળે છે.

મીઠા લીમડાના પાણીનો ઉપયોગ કરવાથી ખોડાની સમસ્યા પણ દુર થાય છે. સાથે જ વાળ ઘટ્ટ, આકર્ષક અને કાળા બને છે. લીમડાના પાનમાં વીટામીન બી 12, એન્ટી ઓક્સીડન્ટ હોય છે. આ સિવાય તમે મીઠા લીમડાના પાનની પેસ્ટ બનાવી વાળમાં લગાવી પણ શકો છો. તેને 30 મિનિટ વાળમાં લગાવી રાખવી પછી વાળ સાફ કરી લેવા.

વાળને કાળા કરવા માટે આમળા પણ ઉપયોગી છે. તેના માટે આમળા ખાવા પણ જોઈએ અને તેની પેસ્ટ કરીને તેને વાળમાં લગાવી પણ શકાય છે.

Leave a Comment