આ બે વસ્તુના ઉપયોગથી ઘૂંટણનો દુખાવો ગાયબ થઈ જશે

દોસ્તો જેમ ઉંમર વધતી જાય તેમ સાંધાના દુખાવાની સમસ્યા વધતી જાય છે. ખાસ કરીને ઘૂંટણના દુખાવા થી મોટા ભાગના લોકો પરેશાન હોય છે.

મોટી ઉંમરે શરીરમાં કેલ્શિયમની ઉણપ સર્જાય છે જેના કારણે હાડકાં પણ નબળા પડી જાય છે. તેવામાં સાંધાનો દુખાવો વધી જાય છે. વધતી ઉંમરે વ્યક્તિને ગોઠણ, કમર, પગ, ખભા નો દુખાવો થતો રહે છે.

આ પ્રકારના દુખાવાના કારણે કરવામાં પણ સમસ્યા થાય છે. ત્યારે આજે તમને આ સમસ્યાનું કાયમી ઇલાજ જણાવીએ. આમ તો દુખાવાથી રાહત આપે તેવા તેલ બજારમાં પણ મળે છે અને દવાઓ પણ મળે છે.

પરંતુ આ બધી વસ્તુ કરતાં ઝડપી અને કાયમી અસર કરે તેવો આજે ઘરગથ્થુ ઉપચાર તમને જણાવીએ.

આ વસ્તુના ઉપયોગથી શરીરમાંથી કેલ્શિયમ ની ઉણપ પણ દૂર થાય છે. આ વસ્તુઓ નિયમિત ઉપયોગ કરશો તો સાંધાના દુખાવાની સમસ્યા જડથી દૂર થઈ જશે. સાંધાનો દુખાવો મટાડતી આ વસ્તુ છે અંજીર.

અંજીર કેલ્શિયમ નો ખજાનો છે અને તે હાડકા ની નબળાઈ દુર કરે છે. અંજીરનો ઉપયોગ કરીને સાંધાના દુખાવાની સમસ્યા કાયમી દૂર થાય છે. તેના માટે રાત્રે અંજીરને પાણીમાં પલાળી દેવા. એક વાટકી પાણીમાં પાંચ અંજીર પલાળો. સવારે આ અંજીર ને ખાઈ જવા અને પાણી પી જવું.

આ સિવાય ઘુટણ ના દુખાવાની દૂર કરવા માટે આ રીતે ઘરે એક લેપ બનાવી લો. તેના માટે સૂકા આદુનો પાવડર, હળદર સમાન માત્રામાં લઈને તેમાં થોડું પાણી ઉમેરી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો.

હવે આ પેસ્ટને ઘૂંટણ ઉપર લગાવો. ત્યાર પછી દસ મિનિટ માલિશ કરો. આ રીતે દિવસમાં બે વખત આ પ્રક્રિયાને ફોલો કરો. તેનાથી થોડા જ દિવસમાં સાંધાનો દુખાવો મટી જશે.

Leave a Comment