આ ઉપાયથી સંધિવાના દુખાવાથી જિંદગીભર રાહત મળી જશે

જે લોકોને સંધિવા હોય છે તેમને સાંધામાં અસહ્ય દુખાવો થાય છે. આ દુખાવો મોટાભાગે હાથ કે પગના સાંધા, ઘુંટણ, ઘુંટી, કાંડા, કોણી, ખભામાં થાય છે. આ પીડા અસહ્ય હોય છે. જેને સંધિવાની સમસ્યા હોય તેના માટે હાથ પગનું હલનચલન કરવું પણ મુશ્કેલ હોય છે. આજે તમને સંધિવા મટાડવાના સરળ ઉપાયો વિશે જણાવીએ.

આ ઉપાય કરવા માટે તમારે વધારાનો ખર્ચ પણ નહીં કરવો પડે. કારણ કે આ ઉપાય ઘરગથ્થુ વસ્તુઓથી કરવાના હોય છે. તમે ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓનો ખાસ રીતે ઉપયોગ કરીને સંધિવાની સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો.

આ ઉપાય શરુ કર્યાના થોડા જ દિવસોમાં તમને ફેરફાર જોવા મળશે અને સાથે જો તમે સતત 30 દિવસ આ ઉપાય કરી લેશો તો તમને સંધિવાની સમસ્યાથી મુક્તિ મળી જશે અને તે પણ કાયમી ધોરણે. તો ફટાફટ જાણી લો કયા છે આ ઉપાયો.

આ ઉપાય માટે માલ ગાંગળી જે કાકડીના બીજ તરીકે પણ ઓળખાય છે તે લેવાની છે. આ બીજ તમને એ દુકાનેથી મળી જશે જ્યાં આયુર્વેદિક વસ્તુઓ મળતી હોય. હવે આ બીજને રોજ સવારે 3 ગ્રામની માત્રામાં લેવાના છે. આ બીજ ખાલી પેટે અને હુંફાળા પાણી સાથે લેવા. આ બીજ લીધાના 10 દિવસમાં જ સાંધાનો દુખાવો મટે છે.

જ્યાં દુખાવો હોય તે સાંધા પર આમલીના પાનમાં સિંધાલુણ ઉમેરી અને તેને વાટી એક પેસ્ટ તૈયાર કરી તેનો ઉપયોગ કરો. આ પેસ્ટ સતત 30 દિવસ લગાવવાથી દુખાવાથી મુક્તિ મળી જશે.

નાગોળના પાનનો રસ પીવાથી સંધિવાનો દુખાવો મટે છે. તેના માટે 5 મિલી ગ્રામ માત્રામાં રોજ સવારે નાગોળના પાનનો રસ પીવો.

સંધિવા કાયમ માટે મટાડવા માટે કાચું લસણ, સિંધવ મીઠું, સાકર સરખા ભાગે લઈ અને ચૂર્ણ તૈયાર કરવું. આ ચૂર્ણમાં ઘી ઉમેરી તેનું સેવન કરવું. તેનાથી સંધિવાના દુખાવા મટે છે.

સંધિવાને જળમૂળથી દૂર કરવા માટે કાચી કોબી 100 ગ્રામ, 200 ગ્રામ દૂધ રોજ ખાવા.

100-100 ગ્રામની માત્રામાં મેથી અને રાઈ, 50 ગ્રામ સૂંઠ, 20 ગ્રામ લસણ અને 2 ગ્રામ હિંગને મિક્સરમાં વાટી 1 લીટર સિંગતેલમાં ઉકાળો. તેલ અડધું થઈ જાય પછી તેને ઠંડુ કરી અને બોટલમાં ભરી લો. આ તેલ એક મહિના સુધી દુખતા સાંધા પર લગાવો.

સરસવના તેલમાં સફેદ ડુંગળીનો રસ ઉમેરી તેનાથી સાંધા પર માલિસ કરવાથી સંધિવા મટે છે. આ સિવાય વડના દૂધને દુખતા સાંધા પર લગાવવાથી પણ રાહત મળે છે.

Leave a Comment