પાંચ મિનિટમાં આંતરડાનો બધો મળ બહાર નીકળી જશે, કબજિયાત ગાયબ

જ્યારે ખાધેલો ખોરાક પચતો નથી અને આંતરડામાં મળ બનીને જામી જાય છે ત્યારે શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જે લોકોને આવી સમસ્યા હોય તેમણે વારંવાર મળ ત્યાગ કરવા જવું પડે છે.

વારંવાર પ્રેશર આવે છતાં પણ ઘણી વાર મળ ઉતરતો નથી. આવી સ્થિતિમાં આખો દિવસ પેટમાં પરેશાની રહે છે. જે લોકોને કબજિયાત હોય કે આંતરડામાં મળ જામી ગયો હોય તેમના માટે આજે એક અસરકારક ઉપાય જણાવીએ.

આ ઉપાય કરવાથી પેટ સંપૂર્ણ રીતે સાફ થઈ જાય છે. અને તે પણ માત્ર પાંચ મિનિટમાં. પાંચ મિનિટમાં તમારું પેટ ખાલી થઈ જશે અને તમે અનુભવશો કે શરીરમાં સ્ફૂર્તિ આવી ગઈ છે.

જે લોકોને કાયમી કબજિયાત રહેતી હોય તેમને થોડા દિવસ સુધી રોજ આ ઉપાય કરવો. અને જે લોકોને માત્ર આંતરડાની સફાઈ કરવી હોય તેમણે સપ્તાહમાં એક દિવસ આ ઉપાય કરી લેવો. આ ઉપાય કરવા માટે એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી એરંડિયું ઉમેરવું.

ત્યારબાદ આ પાણીને પી જવાનું છે. આ ઉપાય રાત્રે સૂતી વખતે કરવાનો છે. જૂની કબજિયાત હશે તો સવાર સુધીમાં તે અસર કરશે. જો કબજિયાતની તકલીફ થોડા દિવસોથી જ હોય તો સવારે ઉઠીને ખાલી પેટ આ રીતે ગરમ પાણીમાં એરંડીયું ઉમેરીને પીવું.

સવારે વહેલા ઊઠીને આ પાણી પી લેવાથી એક જ કલાકની અંદર પ્રેશર આવી જશે. અને બાથરૂમમાં જશો એટલે માત્ર પાંચ જ મિનિટમાં પેટ ખુલાસા બંધ સાફ આવશે. આંતરડા માં જામેલો મળ પણ છૂટો પડીને નીકળી જશે.

આ ઉપાય એ લોકો પણ કરી શકે છે જેમને રોજ પેટ સાફ કરવામાં સમસ્યા થાય છે. રોજ સવારે જાગીને એક ચમચી એરંડિયું ઉમેરીને હૂંફાળું પાણી પી લેવાથી પેટ સાફ આવી જાય છે અને આખો દિવસ શરીરમાં એનર્જી રહે છે.

Leave a Comment